પ્રેમનો વાયરો...
જે વાત મનમાં છે તે શબ્દોથી તોલાય નહીં,
તમને કહ્યાં વગર પણ રહી શકાય નહીં;
કોણ ખખડાવે છે મારા સ્વપ્નનું બારણું,
હું રોજ ખોલીને જોઉં પણ કોઈ દેખાય નહીં.
શોધી રહ્યો છું હું મારી જાતને તમારામાં,
જેમ કોઈ શોધે પોતાના સ્વજનને તારામાં;
દુનિયાને શું ખબર કેવો છે પ્રેમનો વાયરો ?
કેમ કે સ્વાર્થી લોકો વચ્ચે તો તે ફૂંકાય નહીં.
સમજી ગયા છે બધાં એકબીજાનાં સ્વભાવને,
માની રહ્યાં છે શ્રેષ્ઠ બસ પોતાના જ પ્રભાવને;
દુનિયાનાં લોકોની આ વાત મને સમજાય નહીં,
કે સામેથી આવતાંને કેમ છો ? પણ પૂછાય નહીં.
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269
【 આપ મારી લખેલી Stories પણ MatruBharti App પર વાંચી શકો છો... 】