back to back achievement.... again first in short n sweet three winner in Gujarati rasdhara group competition.
સાથી... ( જરૂર છે મને ! )
આંખોથી પ્રવેશી હૃદયમાં ઉતરે,
એવા પ્રેમની જરૂર છે મને !
બની ફૂલવારી જીવન મહેંકાવે,
એવા ફૂલની જરૂર છે મને !
લાગણી ભેળા વેદના સમજે,
એવા અંગતની જરૂર છે મને !
નીર બની તરસ છિપાવે,
એવી સરિતાની જરૂર છે મને !
રહે શીતળ ચાંદ સમી,
એવી ચાંદનીની જરૂર છે મને !
રુહ જેની આ રુહમાં ભળે,
એવા સાથીની જરૂર છે મને !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.