*સાથી*
અનંત એકાંતમાં હું ઘેરાયો
ત્યારે મળી એક આશા,
જ્યારે મળી એક જીવન સાથી
અને પુરી થઇ મારી અભિલાષા...
એણે અવનવા રંગ ભર્યા...
આ કોરા કેનવાસમાં..!!
જીવન બન્યું સપ્તરંગી..
સાથી તારા જ સાથ સંગાથ માં..!!
દિશાહીન ને મારગ ચીંધ્યો,
આપ્યો વાસ એના પ્રેમાળ મનમાં...
જીવન બન્યું અનંતમહી
આખરે મને પણ મળી એક દિશા..!!
એને સાથી કહું કે કહું જિંદગી...!?
પૂર્ણતા કહું કે કહું બંદગી...!?
મનમાં ચાલતા તરંગ ઝા ઝા..
એ જ છે મારી સૃષ્ટિ મારા જીવનની સુંદર અભિલાષા..!!
------------
ગુજરાતી રસધારા સ્પર્ધામાં મારી આ રચના ને ત્રીજું સ્થાન મળ્યું...
જેના માટે હું મારા મિત્રો નો આભારી છું જેમણે મને અહીંયા સુધી પહોંચાડવામાં યોગ્ય સહકાર આપ્યો...
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...