On the day of my birthday My well-wisher, My inspiration my guide Mrs Padmakshi patel, who shows me the right way to move ahead for my writing skill... And dedicate this beautiful poem for me n my small family. ???Thank you so much.??? It's such a wonderful gift for me. It's worth a lot to me.?
મિલન
મળ્યો રાહમાં એક શબ્દસાથી
તો નિકળી આ કવિતા હદયમાંથી.
ઘઉવર્ણો વાન ધરાવે,મૂખ મોહે
સુઘડ છે એની તો કદ કાઠી.
ગામડાની માટીનો ઘડાઈ કાયા
શહેરમાં કર્મની ગૂથતો માયા.
વાચાળ ઘણો એ છેલછબીલો
રમૂજી એવો કે નિરાશા નાઠી.
મોહક સ્મિત વિસ્તારે જયારે
ત્યારે નારાજી થઈ જતાં રાજી.
વાનગીઓનો શોખીન ઘણેરો
સ્વાદ હાથમાં વસાવતો છોરો.
ગુસ્સો પળભરમાં ચડી જાતો
લાગણીથી ભીનો થઈ જાતો.
ઉતાવળમા મૃગલા સમ ભાસે
બધા કામોમાં ઝડપથી નાસે.
કરે રચનાનું પઠન પ્રેમાળ રાગે
કંઠ મધુમય ને સાકરીયો લાગે.
જડી અર્ધાંગિની એવી રૂપાળી
સ્વર્ગની અપ્સરા જેની સામે ભરે પાણી.
દિકરીની જયાં આવતી વાત
ભાવભર્યો થઈ જાતો એ તાત.
કર્તવ્ય નિભાવ્યે જાયે સઘળા
સમજદારી વ્યવહાર છે તગડા.
નામ મિલન એક રૂપ મધુરુ
ઈશ્વરે દીધેલું સૌમ્ય સ્વરૂપ પૂરેપૂરું.
પદમાક્ષી પટેલ.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે?????