તારા વિચાર માત્રથી જે આનંદ મળે છે,
એવો આનંદ બીજે ક્યાં ક્યાંય મળે છે.
તારી સાથે વાત કરવાથી જે સુખ મળે છે,
એ સુખ ક્યાં બીજી કોઈ વાતમાં મળે છે.
તું મને જે મળે છે તે મારી ખુશનસીબી થી મળે છે,
નહીં તો બધાને પ્રેમમાં આવું નસીબ ક્યાં મળે છે.
મારે મન તો એજ સૌથી ખુશીની પળ જ્યારે તું મળે છે,
બાકી હરરોજ જીવનની પળો તો એમજ વ્યર્થ મળે છે.
તારી ચાલવાથી ચાલની જ્યારે રવાની જોવા મળે છે,
ત્યારે ખરેખર હિલોળે જવાની જોવા મળે છે.
તારી પાયલનો મીઠો જ્યારે ઝણકાર સાંભળવા મળે છે,
ત્યારે જાણે હૈયામાં અનંતનો નાદ સાંભળવા મળે છે.
હસે છે ત્યારે તારા ગાલમાં પડતાં ખંજન જોવા મળે છે,
ત્યારે ખરેખર વાતાવરણ ખુશનુમા જોવા મળે છે.
તારી આંખમાં આંખ પરોવું ત્યારે મને જે જોવા મળે છે,
હવે શું જોવું છે બીજું એવો જવાબ અંતરે મળે છે.