"ગુજરાતી રસધારા સ્પર્ધામાં" ફરીવાર મારી રચના "પ્રકૃતિ" ટોપ ત્રણ વિજેતા માં બીજા ક્રમે સિલેક્ટ થઇ.
*પ્રકૃતિ* ... (એક ભૂલ કરી લઈએ...)
"તું" ને "હું" મળી...
ચાલને શૂન્ય થઇ જઈએ.
ઓઢણીની આડમાં...
ક્યાંક છૂમંતર થઈ જઈએ...!
થોડો પ્રેમ "હું" શીખવીશ...
થોડો પ્રેમ "તું", મને શીખવજે.
પછી પ્રેમના વિષયમાં...
બંને પાક્કા થઇ જઈએ...!
મધુર બની વાયરો...
મંદ મંદ વાય એ પહેલા,
આંગળીઓ પરોવી...
કેશ તારા મુક્ત કરી દઈએ...!
જોબનની છાવમાં...
શીશ મારું "હું" રાખું.
નજરમાં નજર પરોવી...
એકબીજામાં મુગ્ધ થઇ જઈએ...!
મન થી મન ભેળવી,
હોઠોને એકરૂપ બનાવી,
*પ્રકૃતિની* સોડમાં,
પ્રણયની આ પહેલી...
ચાલને, એક ભૂલ કરી લઈએ..!!!
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*