લવની મેટર...
તને તો ફક્ત એક આશિકની આવારગી જ દેખાય છે,
હજારો દિલોમાં સુલગતી જ્વાળાઓ ક્યાં કળાય છે ?
તારી આંખો જ કાફી છે બધાને કરવા હિપનોટાઈસ,
હે રૂપની રાણી હું તને જ બનાવીશ મારી ભાવિ વાઈફ.
તારા ગુલાબી અધરોમાં છે મધથી પણ વધારે મીઠાશ,
તારા એક સ્મિતથી તો ધરતી પર થવા લાગે છે ઉલ્કાપાત.
પવનની લહેરખીને પાગલ કરી મૂકે છે તારી ઝુલ્ફોની મોહજાળ,
ઘણીવાર ઈચ્છા થાય છે કે હું પણ તેમાં ફસાઈ જાઉં એકવાર.
તારા સ્નેહનાં સરનામા પર લખીને મોકલ્યો છે મેં એક લેટર,
આશા છે કે એટલા જ સ્નેહથી તું વાંચીશ મારી લવની મેટર.
તારા હાથનાં સુંવાળા સ્પર્શથી મારી ધડકનો થઈ જાય છે તેજ,
માનવીઓ તો શું તારી એક ઝલક માટે સ્વર્ગથી ઉતરી આવે છે દેવ.
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269
【 આપ મારી બીજી રચનાઓ માતૃભારતી એપ પર પણ વાંચી શકો છો...】