"લાગણીનો મહેલ"
પ્રેમનો મહેલ બાંધ્યો છે દિલમાં,
રહીશું સુખે સુખે હરપળમાં !!
બધુ કહેશુ એકબીજાને રોજ રાતમાં,
ખોટી મનમાની કરશું નઈ કોઈ વાતમાં !!
હળી મળીને રહેશું આ મહેલમાં,
મીઠુ મીઠુ લડશું પણ રહેશું રોજ ભેગા !!
પ્રેમનો મહેલ બાંધ્યો છે દિલમાં,
રહીશું સુખે સુખે હરપળમાં !!
ઉભી થાય જો કોઈ શંકા તારા મનમાં,
બેજીજક કહેજે તુ બસ એક પલમાં!!
કોઈનુ કહ્યુ માની પડશું ના ખોટા વેમમાં,
મળી છે મજાની જીંદગી જીવીશુ હેમખેમમાં!!
પ્રેમનો મહેલ બાંધ્યો છે દિલમાં,
રહીશું સુખે સુખે હરપળમાં !!
અહંકારને મુકી જીવશુ સ્વાભિમાનમાં,
કરશું નહી ક્યારેય પરિસ્થિતિનુ અભિમાન જીવનમાં!!
દુઃખ મળે કે સુખ વહેચી લઈશું એક ક્ષણમાં,
સમજીશું એકબીજાને તો રહીશું હંમેશાં આનંદમાં!!
પ્રેમનો મહેલ બાંધ્યો છે દિલમાં,
રહીશું સુખે સુખે હરપળમાં !!
? મહેક..?