પ્રીતનો રંગ...
ચંદ્રમાની ચાંદનીનો પણ બસ એક જ સવાલ છે,
ધરતી પર વિહરતી આ રૂપયૌવનાનો શું રૂઆબ છે.
જેઓ કહે છે કે ગાય ને છોકરી વાળો ત્યાં જાય,
એ લોકો માટે તો તે એક હળહળતો જવાબ છે.
એ ફરે છે જ્યારે વેરાન રસ્તા પર નકાબ પહેરીને,
સૂરજ પણ બોલી ઊઠે છે વાહ !!! શું કમાલ છે.
મજનુઓ તો ઠીક કુદરત પણ તેની અદા પર કુરબાન છે,
પણ તમને સામે ચાલીને કહે તેવી ક્યાં કોઈની મજાલ છે.
તમારી સથવારે વહેલાં ઘર માંડવું હવે એક માત્ર ખ્યાલ છે,
જો હોય ખુદાનાં દરબારમાં પેશી તો પણ મારુ આ જ બયાન છે.
તમારી કાતિલ નજાકત પર સંઘરી રાખેલ મેં ઘણાં ઉદગાર છે,
તમને કેવી રીતે જણાવું કે તમારી પ્રીતનો રંગ મારી ઉપર સવાર છે.
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269
【 આપ મારી બીજી રચનાઓ માતૃભારતી એપ પર પણ વાંચી શકો છો 】