નિ:સ્વાર્થ...
સ્વાર્થભરી દુનિયામાં...!
નિ:સ્વાર્થ નિભાવી શકે એવા સંબંધ ક્યાંથી લાવું ?
હોડ જામી છે દોડવાની...!
હાથ પકડી ચાલી શકે એવો હમસફર ક્યાંથી લાવું ?
માણસાઈ મરી પરવારી ત્યાં...!
લાગણી સમજી શકે એવી માનવતા ક્યાંથી લાવું ?
સાચા ઓછા ને બનાવટી ઝાઝા...!
મારા કહી શકું એવા સ્વજનનોને ક્યાંથી લાવું ?
મળે છે દર્દ મફતમાં અહીં...!
મૂલ્ય ચૂકવતા ખરીદી શકું, પ્રેમ એવો હું ક્યાંથી લાવું ?
ખબર હોય તમને તો કહેજો વ્હાલા...!
કહ્યા વગર સમજી જાય એવી આત્મીયતા ક્યાંથી લાવું ?
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.