આવી નવરાત્રી !!!
રાધા-કાનાની જોડી અને તેમની સાથે ઘૂમતા વ્રજવાસી,
એ... હાલો બધા હવે આ તો આવી રૂમઝૂમતી નવરાત્રી.
નવ દિવસ માતાજીના હેતનો નિરંતર પ્રવાહ વહેડાવતી,
તમને પણ તેમાં જોડાવાનું આમંત્રણ દેવા આવી નવરાત્રી.
જુવાન હૈયાઓને પોતાના રંગે રંગાવા બોલાવતી રાતલડી, પોતાનાં પ્રિયતમની સાથે નચાવતી આવી નવલી નવરાત્રી.
સુંદરતામાં તો શરદ પૂનમના ચાંદને પણ ઝાંખો પાડતી,
રે...આ તો આવી નખરાળી ગુજરાતી નારની નવરાત્રી.
દરેક ધર્મનાં લોકોને ગરબે ઘૂમતા જોઈ ભીની થાય છે આંખલડી,
ફક્ત મારી નહીં - તારી નહીં પણ આપણા સૌની છે આ નવરાત્રી.
નાના મોટા સૌની જીભ ઉપર ફરે છે બસ એક જ વાતડી,
ગરબાની રમઝટ બોલાવતી અને મોજ કરાવતી આવી નવરાત્રી.
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269