જય સુર્યાનારાયણ,
જોગીદાસ ખુમાણ ધણહેર માથી નીકળ્યા.....એક અઢાર વીસ વર્ષ ની દિકરી ને એટલું પુછ્યુ..."બેટા કોઈ છે આજુંબાજુંમા..?"
"ના મારા મામા ને ત્યાં મોટી થાવ છું મા-બાપ મરી ગ્યા છે..."
જોગીદાસ ખુમાણે આગળ વાત કરી કે,"બેટા હું એમ નથી કહેતો પણ..આમ એકલી તું ધણહેર મા ઢોર ચારે છે તો...તારી ઈજ્જત ની તારા શીયળ ની તને બીક નથી લાગતી બેટા...!!"
ત્યારે, એ અઢાર વીસ વર્ષ ની ધણહેર મા ઢોર ચારતી દિકરી બોલી હતી કે, "અમારા વિસ્તાર મા જોગીદાસ ખુમાણ ના બહારવટા છે...બાપું ..(એ દિકરી ને ખબર નથી કે આ જોગીદાસ પોતે છે) કોની તાકાત છે કે, મારી સામે પણ જોઈ શકે..."
ત્યારે આપા જોગીદાસ ખુમાણે સુરજ નારાયણ સામે દ્રષ્ટ્રિ કરી ને બેઈ હાથ ઉંચા કર્યા,અને એટલુ બોલ્યા કે,
"ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા..
મરણ જીવણ લગ માણ રાખજે કશ્યપ રાવ..."
હે...કશ્યપ ના પુત્ર સુરજનારાયણ મારુ બહારવટું હાલે કે ના હાલે....પણ આવી વિસ અઢાર વર્ષ ની દિકરીઓ જો મારી ઉપર વિશ્વાસ રાખી ને આમ વગડા મા ઢોર ચારતી હોય તો હું જીવું ત્યા સુધી મારી ઈજ્જત આવી ને આવી રાખજે...બાપ.