# Love You Mummy
મારી પ્યારી મા,
તારા પ્રેમ વિશે લખવા બેસું તો શબ્દો પણ ઓછા પડે. કાશ, તારા પ્રેમને હું માપી શકતી હોત તો....!
પણ હજુ સુધી કોઇ વૈજ્ઞાનિક એવું માપદંડ શોધી શક્યો નથી
મા શબ્દ છે એકાક્ષરી, પણ છે વિશ્ચસ્વરૂપ. મારી એક શાબ્દિક રચના અર્પી શકું તો એ મારું અહોભાગ્ય છે.
તારા હાડમાંસની બનેલી હું,
મારી જનેતા તારી ઋણી છું હું.
નહીં ચુકવી શકું તારું ઋણ હું,
તારી અમીધારા સમ પયપાનનું.
મારા જીવનની અણમોલ ભેટ તું,
તારા સ્નેહાશિષથી ધન્ય છું હું.
તારા સ્નેહસાગરનું એક બિંદુ,
મારી જીવન માળાનું મોતી બન્યું
શાબ્દિક રચના અર્પુ છું હું
સ્નેહથી સ્વીકારજે તું