બાળપણ આપણા બધાં નું જ ખૂબ જ સરસ અને યાદોથી ભરપૂર હોય છે તો એજ યાદ અને ખૂબ મજા કરેલી એની થોડીક વાત અહીં રજૂ કરું છું.
દિવાળીનો તહેવાર આપણા માટે ખૂબ જ મજા અને નવી નવી વાનગીઓ ની મજા માણવાનો હોય છે. તેવી જ રીતે અમે ત્રણેય ભાઇ બહેનો એ પણ ખૂબ જ મજા કરેલી. લડતાં ઝઘડતાં... ફટાકડા પણ ખૂબ જ ફોડતા પપ્પા ફટાકડા લય ને આવે એટલે ત્રણ ભાગ પાડે ને પછી જ આપે.હું ને મારી મિત્ર લવીંગીયા ફટાકડા ને અલગ અલગ કરીએ અને ફોડીયે. મારો ભાઈ શેરી ને નાકે જાય ને ફોડે. મારી બહેન ફટાકડા અમે ફોડી રીયે પછી ફોડે ને અમને બરાબર રડાવે પણ મજા બહું આવતી.
એક ખૂબ જ રસપ્રદ વાત જયા હું એક એક ફટાકડો ફોડુ તે પણ અલગ કરીને ત્યા જ મારી મમ્મી સૂતરી બોમ્બ ફોડે એય સવારનાં પાંચ વાગે એય હાથથી જયોત સળગાવે ને ફોડે ને ફેંકે મારા ભાઈ ના મિત્રો ખૂબજ હશે યાર તારી મમ્મી તો ખરી અમને બીક લાગે ફોડતા પણ તારી મમ્મી તો....
દિવાળીના આગલા દિવસે અમારી આખી શેરી મા રંગોળી અમે બધાં મળી ને કરીએ. ને સવાર થતાં જ બધાને ત્યા જઈએ અમારી સામે એક માસી રહેતા એ ખૂબ જ સરસ નાસ્તા બનાવતાં પંજાબી હતાં એ...એટલે હિન્દીમાં કહેતા ખાઓ ખાઓ શરમાઓ મત ને અમે એ માસી આમતેમ થાય એટલે દે ધનાધન ખાઈએ. એ ડીશ ની સામે જ જોય રહેતા પણ એમને ગમતું એ કહેતા આપ લોગ તો પઢતે હો શાલ મે એક બાર હી તો આતે હો. એ ખરેખર ઉંમર મા વધારે પણ ખૂબ જ સરસ નાસ્તા બનાવતાં. યાદ હંમેશા જ મધુર હોય સાચે જ ને આ લખતાં લખતાં ખૂશીની સાથોસાથ આખ ના ખૂણા પણ જાણે ભીંજાયા હોય એમ લાગ્યું.
હું ઘણીવાર કહેતી દિવાળી મને ખૂબજ ગમે એને હું શબ્દો માં ન જ વર્ણવી શકું.