અધીરાઈ...
તને મળવાની અધીરાઈમાં,
ખુદને દર્પણમાં જોવાનું રહી ગયું !
સજવું હતું, સવરવું હતું,
નાખવું હતું ફૂલ અંબોડે એ પણ ખરી ગયું !
ખળભળાહટ એટલો હતો મનને,
કે કરવું હતું કંઇક ને કંઇક બીજું જ થઈ ગયું !
આવ્યા છો તો બોલો આપ હવે,
પછી એમ ના કહેતા ! કેહવું હતું જે એજ રહી ગયું !
જાણું છું, જૂની આદત છે મૌન બની હસવાની,
આતો તમે હવે બોલતા નથી એટલે મારાથી બોલાઈ ગયું !
તમારી તો વાત જ કંઈક અલગ હતી પ્રિય,
આ તો છબી જોઈ તમારી ને ભાવમાં થોડું સરી જવાયું!
ઈશ ને કહોને ફરી સદાને માટે મોકલી દે મારી પાસે,
ના ના રડતી નથી, આતો આંસુ એક આમ જ આવી ગયું !
આદત નથી ને તમારા વગર એકલા રહેવાની,
બસ યાદ આવી તમારી ને હેરાન કરવા આવી જવાયું !
મિલન લાડ. વલસાડ.