નીકળ્યો હતો હું સુખની શોધમાં,
હજારો ઉમંગો લઈને મનમાં,
લાગી એક ઠેસ પગમાં, એ જોઈને હું રડવા લાગ્યો.
હતો દુખાવો અસહ્ય મારા માટે,
આવ્યો એક અપંગ વ્યક્તિ મારી પાસે, મદદની એક આશા સાથે,
જોઈ તેને ભુલાઈ ગયું મારું દર્દ,
મારે તો બને પગ છે, પરંતુ પેલા અપંગ વ્યક્તિનું શું વાંક....?
સમજાય ગયુ મને એ કે જો સુખ જોઈતું હોય, તો પહેલા દર્દ વેઠવું પડે.
નથી સુખ આપણી આસપાસ, પરંતુ સુખ હોય છે માત્રને માત્ર આપણા અંતરમાં.
બાકી તો છે જેની પાસે સુવા માટે આલીશાન પલંગ એ પણ તરસે છે ઊંઘ માટે....!
જ્યારે બીજી બાજુએ એક વ્યક્તિ રોડના કિનારે ફૂટપાથ પર, ઈંટોનું ઓશીકું બનાવીને ઊંધે છે ઘસઘસાટ......!
નીકળ્યો હતો હું સુખની શોધમાં,
સમજાય ગયું 'રણકાર' ને સુખ છે પોતાના જ અંતરમાં"
મકવાણા રાહુલ.એચ
(રણકાર)