# મારા ચંચળ મનનો એક સવાલ.... #
સાંઈ નામ બોલતા જ મારા મનની અદ્ભૂત શાંતિ મળે છે. સવારે ઉઠતા ની સાથે જ તે થેક સૂવું ત્યાં સુધી મન માં એક જ નામ સ્મર્યા કરતું હોય. આજે સાંઈ ની મરણતિથી છે. પણ એ ફક્ત કહેવા પૂરતી જ. કેમકે, મારો તો આજેય હરેક દિલમાં જીવંત છે. મારા સાંઈ નું બીજું નામ જ શ્રદ્ધા છે તો બીજી વાત શું કરવી.
હવે રહી મારા પ્રશ્નની વાત તો એવું છે કે,
સાંઈ થકી જ મારો આ નવો કહો કે બીજો કહો એ જન્મ શક્ય બન્યો. એજ મારુ સર્વસ્વ છે. મારા મુખે થી ૐ સાંઈ જ નીકળે મને કોઈ જયશ્રીકૃષ્ણ કહે તોય કે જય અંબે કહે કે પછી જય માતાજી કહે... એ તો ઠીક પણ હું હનુમાનજી નિય ભક્ત ખરી ઘરથી થેક સાળંગપુર એમના દર્શન કરવા જઉં તો તો પણ ખબર નય કેમ આંખ બંધ કરી હનુમાનજી નું નામ લેવા જઉં તોય ૐ સાંઈ જ નીકળી જાય છે અને મારા કુળદેવી માં અંબા અને માં બહુચર માં દર્શને જઉં તો પણ એવું જ થાય.
ત્યારબાદ મને દુઃખ થતું કે મારા થી આવું વારંવાર કેમ થઈ જાય છે.??
આવું થાય છે તો શું માણસો ની જેમ ભગવાન ને ખોટું લાગતું હશે..??
સાંઈ ના કહેવા મુજબ એક માલિક છે આ જગ નો..??
હું તરત આંખો ખુલતા જ એમની માફી માંગી લઉં છું કે, મારાથી સાંઈ જ બોલાય જાય છે શું કરું હું તમે જ કહો...??
તો શું મને એ બધા ભગવાન માફ કરી દેતા હશે ને...??
કે એમને પણ માણસોની જેમ માફી આપવામાં નાનપ લાગે છે...??
ૐ સાંઈ રામ...
#સાંઈ સુમિરન