કોઈ રોડ ઉપર જો પાણીપુરી વાળો દેખાય તો સમજવું કે ત્યાં છોકરીઓનો જમાવલો જરૂર હશે
કારણ કે પાણીપુરી એ છોકરીઓને બહુ ભાવેછે તેમજ મોટી ઉંમરની બહેનો પણ ખૂબ ખાયછે
મજાનો ટેસ્ટ હોય તો કોણે ના ભાવે!
સોરી પણ મને નથી ભાવતી કોઈ દિવસ હું એકથી વધારે નથી ખાતો મને પહેલેથી જ ભાવતી નથી કોણ જાણે કેમ!
એક જ પાણીપુરી વાળા ઓને આજ કાલ ગુજરાત છોડવું પડેછે
તમે જોશો તો આજે બસ સ્ટેન્ડ , રેલવે સ્ટેશન ઉપર ભૈયા જી વધુ જોવા મળેછે કારણ કે તેઓ ગુજરાત છોડી રહ્યા છે
અમુક પોલિટિકલ પાર્ટીઓ એ વિરોધ કરેલ છે કે તેઓના થકી જ ગુજરાતમાં ગુનાઓ વધેછે માટે તેમણે ગુજરાત છોડી દેવાનો ઓર્ડર મળેલો છે
ઘણી નાનીમોટી ફેક્ટરીમાં પણ બિહારી યુપીના ભૈયાઓ કામ કરતા હોય છે તેમને પણ કામ બંધ કરી ને તેમના વતનમાં ચાલ્યા જવાનું કહેવામાં આવેલું છે કહેવામાં આવ્યું છે કે નહિ જાવ તો મારી ને ફેકી દેવા માં આવશે
એથી ગભરાઈને ગુજરાત છોડી રહ્યા છે કદાચ આથી ભવિષ્યમાં જો પાણીપુરી નહિ મળે તો ઇના મીના ટીકા એ લોકો ક્યાં ખાવા જશે!