*મારી દ્રષ્ટિએ તું*
મારી દ્રષ્ટિએ તું એટલે જાણે રવિવાર ની એ સવાર... જેના આવવાની રાહ જોવાની પણ એક અલગ મજા છે
મારી દ્રષ્ટિએ તું એટલે જાણે વરસાદ ની વાછંટ... જે પરોક્ષ રીતે પણ મને સ્પર્શી જાય છે
મારી દ્રષ્ટિએ તું એટલે પતંગીયા ની એ પાંખ... જે જ્યાં પણ જાય ત્યાં રંગ વીખેરે
મારી દ્રષ્ટિએ તું એટલે તારાજડિત અવકાશ... જેના સાંનિધ્ય માં શાતા નો અહેસાસ થાય
મારી દ્રષ્ટિએ તું એટલે સમુદ્ર નું ઊંડાણ... જેટલું વધુ જાવ તેટલું વધુ જીવન મળે
મારી દ્રષ્ટિએ તું એટલે જ્વાળામુખી ફાટ્યા પછી નીકળતો લાવારસ... જે કદાચ થોડો આકરો લાગે પણ અંતે ફળદ્રુપતા વધારે
મારી દ્રષ્ટિએ તું એટલે તે નિર્મળ હાસ્ય નો ખીલ-ખીલાટ... જે સાંભળીને જ મન હળવું થઈ જાય