હોય તો ને
-------------
કરત મહાત મૌત ને પણ દોસ્તો,
અમસ્થા શ્વાછોના સાથ મળ્યાં હોય તો ને...!
હતી કેટલી નજદીક મારી મંજિલ એ ખુદા,
ન શક્યા પામી, કદમ ઉપડ્યા હોય તો ને..... !!
ક્યાંથી શકે ઓળખી ખુદને આ દુનિયા,
ખુદની ખુદ્દારી ઝંજૉળી હોય તો ને.......... .!!!
પડ્યા છે ઘસરકા હરેક પડાવ પર જિંદગીના,
ક્યારેક તુજ લજ્જા ભરી નજર મળી હોય તો ને..!!!!
મર્યા છીએ તરસ્તા તરતા ખુદની લાગણીઓ કેરા અશ્રુમાં,
તુજ ઘૂંઘેરી કાળી જુલફો ના વાદળ વરસ્યા હોય તો ને...!!!!!
આવે ભરાઈ તુજ અક્ષી ઓ પણ ક્યાંથી મુજ જનાજા પર,
'' ભમરા '' મુજ મ્રુત્યુની લાગણીઓ હોય તો ને...!!!!!!