માણસાઈ
-------------
અંહી ક્યાં કોઈને કોઈની પડી હોય છે,
હોય જિંદગી એક ને જંઝાંળ ઘણી હોય છે...!
તૂટે ને છૂટે અંહી તો સબંધના તાંતણા મુર્જાતા વિશ્વાસ.,
સ્વાર્થ ની ઈંટો પર જ્યાં ઇમારત ચણી હોય છે...!!
છે તારીજ રચેલી આ દુનિયા એ ખુદા,
હોય તારા દ્વારે ને નજર ઘર ભણી હોય છે...!!!
પેટાઈ છે ચરાગ ત્યારેજ શ્રીમનતાઈ ના રેહ ગુજર,
જ્યાં ગરીબ અશ્રુઓ ની બે બુંદ એમાં ભળી હોય છે...!!!!
બાંધતાં લાવે છે ચુન્થાએલ નનામી એજ લોકો કરવા દફન,
ગવાઈ છે મરાસીયા, ઘડી બે ઘડી હોય છે....!!!!!
રેહવા દે કરવી સોબત શરીફ લોકો ની એ દોસ્ત,
હોય મીઠાસ વાણીમાં ને શુરી વર્તનમાં હોય છે...!!!!!!
ઉભા હતા પેટાંવી ચિતા મારાજ સબંધીઓ.
ઉડે છે ધૂણી '' ભમરા '' જ્યાં માણસાઈ એમાં બળી હોય છે...!!!!!!!