તારી હાં કે ના પર અટકી રહ્યોતો શ્વાસ
તમે હાં કહીને જીવી ગયા
અમે બોલાવ્યાને તમે આવ્યા
અમે ખુશ થઈ ગયા ને લો
તમે ઘડી સાથે બેઠાં અમે રાજી થઈ ગયા
તમારા બે મીઠાં બોલથી ઝૂમી
અમારું રીસાવાનું પણ કેવું
તમે હસીને બોલાવ્યા અમે બોલી ગયા
તમારો ચેહરો જોયોને ખીલી ગયા
તમે હાથ પકડ્યો તો લાગ્યું જીંદગી મળી
તમે પાસે બેઠા તો જન્નત મળી
બહુ મોટી મોટી માંગણી કયાછે મારી
મનેતો બસ તું જીંદગીની
નાની નાની ખુશીઓ આપ
મેં ક્યાં કહ્યું કે મને તાજ જોઈએ
મનેતો ફકત તું ને તારો પ્રેમ જોઈએ
મને ક્યાં કશી પરવા કે લાલચ છે
દુન્યવી સુખોની
મનેતો બસ તારા દિલમાં રહેવું ગમે
મને કંઈ ન જોઈએ તારા સિવાય
તું ફકત ને ફકત મને મારો જોઈએ .... ??