રાત્રી ની ઊડેલી ઊંઘ ના જાગતા સ્વપ્ન ની વાત તું શું જાણે રાણી!
આ તો તારી જ યાદ માં જાગી રહ્યો, તું શું જાણે રાણી!
ફરી ફરી ને યાદ આવે, તે મારી ફરિયાદ નથી,
એકલો અહીં રહી ગયો, એ તને યાદ નથી.
વિતેલા વર્ષો ની તાજી યાદો, જે હું ભૂલ્યો નથી,
સરક્તી આ ઝીન્દગી માં હજી તને પામ્યો નથી.
રાત્રી ના મધ્ય પ્રહર માં 2 વાગે , હું સુઈ શક્યો નથી,
આ તો તારો ભ્રમ છે 'કોશિશ' તું હજી તેને ભૂલ્યો નથી.
રાજેશ શેઠ 'કોશિશ'