ઘેલી રે તું ઘેલી રે
*************
છેલ છબીલી રે, પ્યારી તું છેલ છબીલી રે,
મલકે અફીણ સમા હોઠ ને આંખો નશીલી ઘેરી રે,
ખણ ખણ ખણકે રે મોહક નાજુક કલાઈમાં કંગન,
ચુંમતી નાચતી પાનીએ, મ્રુદુ પાયલ થઈ ઘેલી રે
વીંખાઈ ને ફરકે તુજ રતુંમ્ડા હોઠ કણે રમતી લટ,
છમ છમ વહેતી હવામાં, તુજ યૌવને જ્યાં આવે હેલી રે.
મરક મરક મરકે ને ફલક ફળખે તુજ કામણ નજરૂમાં,
ને શર્માતી દીઠી કાળી પાંપણ આવતા જુવાની ની ડેલી રે,
ના છુંપે તરસ જોઈ લચિલી તુજ કમર પાતળી,
અડકે ને લજવાઈ પળમાં, હવાની લહેરખી વહેલી રે,
દીઠા ન દીઠા મુખડા ને તુજ ચાંદ સરીંખા પ્રિયે,
હૈયાના સ્પંદનો એ ધબકતા શ્વાસમાં તુજ છબી મેલી રે,
ઘેલી રે તું ઘેલી રે માથે મટુંક તેં પ્રેમ પીપાસાની મેલી રે,
તડપી તરસતા મર્યો '' ભમરો '' , હતી કેવી તરસની હેલી રે.