તારા વ્યવહારનું સરવૈયું શું કાઢવું ?
નુકસાની તું હોય તો સરવૈયું શું કાઢવું ?
આંજ્યા જે શમણાં એનું તારણ શું કાઢવું?
અનકહી એ વાતોનું સરવૈયુ શું કાઢવું?
લીધા જે શ્વાસ એ વર્ષોનો હિસાબ શું ગણવો?
ખાતાવહી તારાં વગરની એ સરવૈયું શું કાઢવું?
હોઠે રટ્યું નામ એનો હિસાબ શું કાઢવો?
યાદોના હવાલે ય તું સરવૈયું શું કાઢવું?
હૈયામાં તારા રોકાણ નું માપ શું કાઢવું?
તારા વિનાની કલ્પનાનું સરવૈયું શું કાઢવું?
આ હાથ ફેલાવી અંકે કરેલું શું ગણવું?
તુ પકડે હાથ તો ફોકટ સરવૈયું શું કાઢવું ?
ભુખ કેટલી ભાંગી એની ગણતરી શું કરવી?
ઓડકાર બસ છે,બાકી સરવૈયું શું કાઢવું ?
કેટલાં ડગલાં ભર્યા એ હિસાબ શું કરવો?
પામવા તને શું મુક્યું એ સરવૈયું શું કાઢવું?
શબ્દો કેટલા લખ્યા એવી ગણતરી શું કરવી
ભક્તિ કેવી કે કેટલી એ સરવૈયું શું કાઢવું?
દેવાંગ પામ્યા ગુમાવ્યાનાં હિસાબો શું કરવાં?
દેવ તારૂં જ અંગ રહ્યો તો સરવૈયું શું કાઢવું?