ફિલ્મ રિવ્યૂ ૧૦૦ શબ્દોમાં
ફિલ્મ - ઢ
ફરીથી એજ ત્રણ મિત્રોની સ્ટોરી જે દર 3 ગુજરાતી ફિલ્મોએ હજુ કદાચ એકાદ બનતી હોય છે. પણ આ વાર્તા છે ધોરણ- ૫માં ભણતા ત્રણ પાક્કા મિત્રો બજરંગ, ગુનગુન અને વકીલની, જે લોકો પરીક્ષામાં પાસ થવા એક જાદુગરની મદદ લે છે. એ જાદુગરે મોકલેલા બીરબલની મદદથી જાદુ શીખીને આ ત્રણ મિત્રો ખરેખર પરીક્ષામાં પાસ થઇને બતાવે છે.
બધાની જેમ તમે પણ એમ માનતા હોવ કે જાદુ જેવું કઈ ન હોય તો એક વાર આ નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ 'ઢ' જોઈ આવશો ( જો થિયેટરમાં આ ફિલ્મ ઉતરી ન ગઈ હોયતો ) તો તમે પણ જાદુમાં માનતા થઇ જશો એની ગેરંટી.
દાદાના રોલમાં અર્ચન ત્રિવેદીની અને ત્રણ બાળકોની એક્ટિંગ ખુબ સરસ છે. ખાસ કરીને બજરંગની એક્ટિંગ અને એની ડાઈલોગ ડિલિવરી જે ખુબ હસાવશે.
જાદુગર કોણ છે એ જાણીને તમારા ટિકિટના પૈસા વસુલ થઇ જશે.
આદિત્ય વિક્રમ સેનગુપ્તાએ સરસ રીતે લખેલી અને મનીષ સાઇનીના ડિરેકશનમાં સહેજ પણ કંટાળો ન આવે તેવી રીતે ખુબ જરૂરી વિષય પર સરળ રીતે રજૂ કરતી આ ફિલ્મને મારા તરફથી ૧૦૦ માંથી ડિસ્ટિંકશન સાથે ૮૦ માર્ક્સ. ✔️✔️✔️
#filmreviewin100words #filmreviewofdhh #dhh #manishsaini #adityavikramsengupta #archantrivedic