My poem got selected for 2nd number....
સ્મશાન... ( રાખ એ માસૂમની )
સ્મશાન ની રાખ જોને કેવી હજીય ધગધગતી હતી !
કેવી પીખાયી હસે માસૂમ, જાણે હજીય ધ્રૂજતી હતી.
મૌન ફેલાયું છે ચારેકોર અહીં, જાણે સઘળું શુન્યમય,
કેવો વિલોપાત રહ્યો હશે ! ચીસો હજીય ગુંજતી હતી.
દર્દ શું હોય એ ક્યાં ખબર હશે એ નરાધમ અવિવેકિને!
ક્રોધ ના આવેશમાં આ રાખ એના જવાબ આપતી હતી.
તમાશો જોતા હતા કાલે નિર્દય બની આ એજ લોકો,
કેવી નિર્લજ છે આંખો આજ સામે આવી રડતી હતી.
કેમ આસન થઈ ગયું ને જીવવું તારે,હવે કોઈ ભય નહીં,
કાલે ફરી પીખી નાખજે પંખી, તને ક્યાં કોઈ પૂછતું હતું.
લોકો તો કાલે પણ મૌન હતા, ને આજેય મૌન જ રેહવાના,
કેહવાને આ વાત, રાખ એ માસૂમ ની ફરી ફરી ઉઠતી હતી.
મિલન લાડ. વલસાડ - સુરત.