#kavyotsav
હૈયામાં તારા નામનો પગરવ,
ને હું ચાલતી જાઉં છંનછંન,
આંખોમાં તારાં જ શમણાઓ,
ને હું જોતી જાઉં નિરંતર,
તું જ હવે મારું અસ્તિત્વ,
તું જ હવે મારી અભિલાષા,
તું જ શરૂઆત તું જ અંત,
તું જ મારું અત્ર, તત્ર, સવૅત્ર,
શ્રૃંગાર શોભે તારા જ કારણે,
ને બની રહું હું સોભાગ્યવતી.
- ઊર્મિ વાલેરા