ગણપતિનુ વિસર્જન આપણે ધામધુમથી કર્યુ આપણે જે ગણેશ મુર્તીની દરરોજ આરતી પૂજા તેમજ ગણપતિની ધુન રોજેરોજ વગાડી તેમજ જાતજાતના પ્રસાદ આપણે એક ભાવથી ગણપતિને ધરાવ્યા જે સારી આપણી પ્રથા કહી શકાય ને વિસર્જન વખતે પણ આપણે ખુબ નાચગાન સાથે તેમની મુર્તીનુ વિસર્જન કયું તે હિન્દુ ધર્મની પરંપરા અનુસાર ઘણુ જ સારુ કહી શકાય પણ વિસર્જન પછી તમે પાછળ ફરીને તે તમારી મુર્તીની શી હાલતછે તે તમે જોયુંછે ખરુ! ચાલો હું તમને ફોટામાં બતાવું..જોઇ લો જરા.
ત્યાં રખડતા છોકરાઓ આવી મુર્તીઓની શી હાલત કરેછે!
જે ગણપતિના પગે પડીને આપણે તેમના આર્શીવાદ લીધા તે મુર્તીઓ ઉપર આવા બાળકો પોતાના ગંદા પગ મુકીને બેઠાછે.
શુ તેમને જરાય ભાન નથી કે આ ગણપતિની મુર્તીછે....!!!