આપણે ગણેશ ચતુરથીના દિવસે ગણેશજીનું ભવ્ય સ્વાગત કરીને ઘર તેમજ સોસાયટીના દરવાજા પાસે તેમને બેસાડીને રોજ આરતી પૂજા પ્રથાઁના કરી ને હવે કાલે તેમની મુર્તીનું આપણે તલાવ કે નદીમાં વિસર્જન કરીશુ પણ છતાંય ઘણા લોકોએ તો બે દિવસ પહેલાં જ સારો દિવસ ને ચોઘડીયા પ્રમાણે ગણેશજીનું વિસર્જન પણ કરી દિધુછે ભૈ સારી વાતછે પરંતુ તમે જોઇ એ વિસર્જન કરેલી ગણેશજીની એ મુર્તીઓ!
શુ હાલતછે તેમને ગમે તેમ ફેંકાફેંક જ કરેલી નદી કિનારે દેખાયછે.
કેટલાય પૈસા આપીને એ ખરીદેલી મુર્તીઓની શું આ કિમત આપણે ચૂકવી રહયા છીએ! આપણે કેટલાય પૈસા ખર્ચયા એ મંડપ બનાવવા પાછળ, કેટલોય ખર્ચો કર્યો એ દરરોજના પ્રસાદો પાછળ પણ આપણે ગણેશજીની કિમત સમજી શકયા નહિ
શું આવીછે આપણી પુજા પ્રથાઁના ને એ આરતી....!
ગણેશજી માટેની કે એક કચરાની જેમ તેને ફગાવી દીધી!