#Kavyotsav
મિત્રતાની પળ
પળ પળ જોને વહી જાય જીવનની
એ પળ કદી ના વિસરાય મિત્રતાની.
મિત્રતા ઉભરાઈ છે જે પળોમાં
ત્યારે એ પળ બની જાય છે અંતિમ.
પણ યાદ કરી લઈએ મિત્રને એ પળે
તો એ પળે સ્વપ્ન પણ હકીકત થાય છે.
એમ તો છે ઘણી પળો
પણ મિત્ર છે જે પળમાં તેજ પળ જીવંત મનાય છે.
ને આવનારી પળ માં હોઈશ સાથે
એ ઉમ્મીદ માં મારુ મન મિત્ર ગીતો ગાય છે.
જે પળ ચાલતી રહે એ પળ જીવન
અને જે પળ કોઈના સાથના છોડે એ પળ મિત્રતા.
- DISHI