#Kavyotsav
ખબરછે મને કે તું નથી ચાલી શકતો બેઈમાન અને કપટી દુનિયા સાથે
ઈમાન બની તારું હું છું ને તારી સાથે.
ખબર છે મને કે તને ચાલતા નથી આવડતું આ જિંદગી ની સમસ્યા ને જાણતા નથી આવડતું, પણ હું છું ને તારી સાથે.
જતો રહેશે ક્યારેક ગેરમાર્ગે જાણ્યા-અજાણ્યા માર્ગે
એ કાંટાળી કેડી એ પુષ્પ બની ને હું છું ને તારી સાથે.
ભટક્યા કરે છે ક્યારેક ધર્મ અને અધર્મ ના યુદ્ધમાં
તારી સત્યરૂપી લગામને જાલી કૃષ્ણ રૂપી સારથી બનીને હું છું ને તારી સાથે.
ફસાઈ જાય છે આંધળો બનીને ક્યારેક આ દુનિયાના કાળા અને ઘોર અંધારામાં
સૂર્ય ની કીરણો સમાન અને ચાંદનીની ચળકતી રોશની બનીને ને હું છું ને તારી સાથે.
ખોવાયા કરે છે ક્યારેક જિંદગીના પાસાઓના રસ્તાઓમાં
અડીખમ પ્રેરણાદાયી બની હું છું ને તારી સાથે.
ગૂંચવાયા કરે છે ક્યારેક શબ્દોની માયાજાળમાં
તારી કલમ ના શબ્દો બનીને હમેશા હું છું ને તારી સાથે.
લેખક: ગિરિમાલ ચાવડા 'ગીરી'