આ એક પ્રતિકાત્મક શબ્દો છે, મર્યાદા સાથે આ શબ્દોને કોઈ લેવા દેવા નથી... આજે સમાજમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે બળાત્કાર કે એસિડ એટેક થાય તો ગુન્હેગાર કરતાં એક સ્ત્રી ઉપર વધુ આંગળીઓ ઉઠે છે, સોશિયલ મીડિયા ઉપર કોઈ સ્ત્રી ને ખરાબ મેસેજ કે ચિત્રો આવે તો વાંક એક સ્ત્રીનો જ કાઢવામાં આવે છે કે 'તું સોશિયલ મીડિયામાં કેમ જોડાઈ.' પણ એનો સાથ આપવા કોઈ નહિ આવે... બધા સ્ત્રીને જ દોષી માને... કોઈ સ્ત્રી ટૂંકા કપડાં પહેરશે એટલે નાના છોકરાથી લઈ વયોવૃદ્ધ માણસનો નજરીયો એ સ્ત્રીને જોવાનો બદલાઈ જશે, અને પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણાં દેશમાં પ્રવેશી એમ કહેશે અને છાના ખૂણે એજ અંગ્રેજી ફિલ્મોની મઝા માણશે... પણ એ કેમ ભૂલી જાય છે કે પશ્ચિમના દેશોમો ટૂંકા કપડાં સ્ત્રી પહેરે છે તો ત્યાંના પુરુષની નજર પણ બદલાઈ છે. હું માનું છું કે ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે, પણ દેશની સંસ્કૃતિ એના સંસ્કારો પર નિર્ભર છે નહીં કે પહેરવેશ જોઈને... આ દેશની બહેન દીકરી થોડી મોર્ડન બને તો એમાં શું ખોટું છે ? એક પુરુષનું પણ કર્તવ્ય બને છે કે એ પણ મર્યાદા ને સમજે પોતાની જોવાની દૃષ્ટિ સુધારે તો ઘણાં બળાત્કાર અને એસિડ એટેક નહિ થાય...
#નીરવ_પટેલ 'શ્યામ'