તરસવાનું, વરસવાનું ને બસ વહી જવાનું,
મળે જ્યાં જીવન જેવું ત્યાં જીવી લેવાનું.
આજની ઘડી મનભરીને જીવી લ્યો વ્હાલા,
ના જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું.?
સમય ક્યાં કોઈની રાહ જોઈને બેસી રહે,
સુખ આવે કે દુઃખ કાયમ હસતા રહેવાનું.
રોટલો દેવો તો ઉપરવાળા ના હાથમાં રહ્યો,
કરેલી મહેનતનું ફળ જ આપણે લઈ લેવાનુ.
હોય અભરખા દિલના પૂરા કરી લેવા 'શ્યામ'
ખબર કોને આ પ્રાણ પંખેરુ ક્યારે ઉડી જવાનુ.