મારા જીવનનું જેમણે ઘડતર કર્યું છે તેવા મારા ગુરુજનો જેઓ જ્ઞાનના દીવા સમાન છે,અને હું તેમનું અજવાળું.અમે અમારા મુદરડા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાની સને ૧૯૯૨ થી ૨૦૦૪ સુધીની બે બેચના વિધાર્થીઓએ અમને ધો.૧ થી ૧૦ અભ્યાસ કરાવતા અમારા ૩૦ ગુરુજનોનો 'શ્રી ગુરુવંદનીય સન્માન સમારોહ' તા.૨૮/૧૦/૨૦૧૭ ના રોજ યોજી એમનું અમે પુષ્પગુચ્છ, મોમેન્ટો, સાલ અને ડિજિટલ વોલ વૉચ અર્પણ કરી સન્માન કર્યું. આ કાર્યક્રમ એ અમારા માટે એક કાયમી સંભારણું બની ગયો.વર્ષો બાદ અમે અમારા ગુરુઓના સ્નેહમિલન અને ગુરુ-શિષ્ય મિલનનો અનેરો અવસર ઉજવ્યાનો આનંદ માણ્યો.
શિક્ષકો ક્યારેય મૃત્યુ પામતા નથી,એ હંમેશા આપણા હૃદયમાં જીવતા હોય છે.
શિક્ષક એ જ્ઞાનની યુનિવર્સિટી છે.
જય શિક્ષક...