કૃષ્ણ - એક સંઘર્ષ જીવન #MERAKRISHNA
કૃષ્ણ નામ સાંભળતા જ મનમાં શ્યામ શરીર, માથા પર મોરપીંછ, હાથમાં વાંસળી , ખુલ્લા બદન પર ઝવેરાતોનું કવચ, કેસરિયા રંગની ધોતી અને પગમાં રંગબેરંગી મોજડી પહેરેલ એક અતિ મનમોહક મુખડું આપણી નજર સમક્ષ ઉપસી આવે છે.
કૃષ્ણ ફક્ત એક નામ નથી પરંતુ આખું એક સંઘર્ષશીલ જીવન છે. જેને કંસનાં કાળમુખા કારાવાસમાં જન્મીને દ્વારકાના રાજા બનવા સુધી, ગોકુળમાં પોતાની લીલાઓથી સૌને મોહિત કરવાથી અનેક દુષ્ટ રાક્ષસોનો સર્વનાશ કરવા સુધી, પોતાની મુરલીના સુમધુર અવાજ થી યુદ્ધનાં મેદાનમાં શંખનાદ વગાડવા સુધી, ગોપીઓની માટલી ફોડવાથી કંસ મામાને મૃત્યુનાં દ્વાર સુધી પહોંચાડવાનાં પરાક્રમ સુધી, કૌરવ વંશનાં નાશથી પોતાના યદુવંશનાં સર્વનાશને પોતાની નજર સમક્ષ જોનાર જેનું સંપૂર્ણ જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે એ છે કૃષ્ણ.
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
MO :- 9106850269