15 aug:- મમ્મીના જન્મદિવસ ઉજવણી
----------------------------------
એક જ ઉદેશ્ય હતો,મમ્મીના જન્મદિવસને યાદગાર બનાવવો....
કેવી રીતે?????
મારા જીવનની પ્રથમ શૈક્ષણિક શિષ્યવૃત્તિ(સ્પીપામાંથી) મળી હતી... જેમાંથી અમુક રકમ મારે શૈક્ષણિક પ્રવૃત્તિમાં જ સહાયરુપે કરવી હતી.....
-------------------
મારો પ્રથમ વિચાર હતો,સરકારી શાળામાં બાળકો વચ્ચે 'મારી પ્યારી મમ્મી' ના વિષય પર નિબંધસ્પર્ધા કરાવું,પરંતુ 4-5 સ્કૂલના આચાર્યોએ સમયનો અભાવ હોવાનું કંઈ સ્પર્ધા માટે ના પાડી.
અંતે,મારી મુલાકાત નવરચિત સ્લમ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ વાળા સાથે થઈ...અમારી વચ્ચેનો સંવાદ અહીં રજૂ કરું છું.....
હું :- મારા મમ્મીનો જન્મદિવસ હોવાથી સ્કૂલના બાળકોને જે જરૂરીયાત હોય જેમ કે નોટબૂક,પેન્સિલ વગેરેની મદદ કરવી છે..
ભરતભાઈ :- આ બધું અમારી પાસે હાલમાં છે.
હું:- આપના સ્કુલ માટે અન્ય શું વસ્તુની જરૂરીયાત છે??
ભરતભાઈ :- આપ જો ખરેખર સ્કૂલને હંમેશા યાદગાર રહે,એવું કંઈ આપવા માંગતા હોવ તો આ બે વસ્તુ આપો..
1)ધ્વજવંદન માટેનો પોલ
(આપ નીચે ફોટામાં જોઈ શકો છો)
2)ટીવી રાખવા માટેનું સ્ટેન્ડ
ભરતભાઈ :- જયારે જયારે પણ ધ્વજવંદન કરશું ત્યારે તમને યાદ કરશું...
(બોધ:-આપ કોઈને મદદરૂપ થવા માંગો છો તો હંમેશા સામેવાળાની જરૂરિયાત સમજી મદદ કરો. જેનાથી સંસાધનો અને પૈસા બંનેનો યોગ્ય ઉપયોગ થઈ શકશે)
-------------------------
આમ,શૈક્ષણિક ક્ષેત્રમાં મદદરૂપ થવાનું આ મારું ટ્રેલર હતું.. કુદરત મને એટલો સક્ષમ બનાવે કે 'મા શારદા' ના નામે હું જરૂરીયાતમંદ ને વધુમાં વધુ સહાયરૂપ બની શકું અને એ જ ખરા અર્થમાં મારા માતા-પિતાનું ગિફ્ટ હશે...
--------------
અંતે, નવરચિત સ્લમ સ્કૂલ તેમજ ભરતભાઈને મારા મમ્મીનો જન્મદિવસ યાદગાર બનાવવા બદલ ખૂબ ખૂબ દિલથી આભાર......
તમે પણ આ સ્કૂલને કંઈ મદદરૂપ થવા માંગો છો તો આપ ભરતભાઈને સંપર્ક કરી શકો છો....
મોબાઈલ નં:- 9574940815
--------------
- કિશન મેવાડા
પાલીતાણા
----------------
મારા અન્ય લેખ આપ અહીંથી વાંચી શકો છો
WWW.SUNDAYSMILE.IN