#FRIENDSHIPSTORY
..મૂલ્ય દોસ્તીનું અમૂલ્ય..
શહેરની શ્રેષ્ઠ આંખની હોસ્પિટલમાં સોહમને આંખનું પ્રત્યારોપણ ઑપરેશન ચાલી રહયું છે. આંખની સર્જરીમાં પ્રખ્યાત સિધ્ધાર્થ મહેતા ઓપરેટ કરી રહયાં છે. સોહમનાં પિતા ધનવંતરાયે કોઈ કસર છોડી નહોતી. પાણીની જેમ પૈસા વેરેલા.
સોહમનું ઑપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. આનંદ છવાયો. સૌહમે સારવાર પૂરી થયાં પછી કોઈને પણ જોયાં પહેલાં પહેલો પ્રશ્ન કર્યો ' મને આંખો કોણે દાન કરી?.' ડોક્ટરે કીધું ' આમણે'.. એમ કહી એક પત્ર સોહમનાં હાથમાં મૂક્યો. સોહમનાં એક્સિડન્ટ થયાં પછી આંખો ગુમાવ્યાં બાદ પહેલી વાર જોઈ રહેલો.
પત્ર હાથમાં લઈ વાંચીને આંખોમાંથી આંસુ વહી રહયાં. એનો ખાસ મિત્ર સુબાહુનાં ગઈકાલે કેન્સરમાં થયેલાં મ્રુત્યુ પછીની ઇચ્છા હતી આંખો સોહમને મળે.
આજે દોસ્ત નથી રહયો પણ દોસ્તીની નિશાની..આંખો આપીને ગયો. સુબાહુની આંખોથી સોહમ અશ્રુરૂપી શ્રધાંજલિ અર્પી રહયો.
... સંપૂર્ણ ...
દક્ષેશ ઇનામદાર.'દિલ'..