મારી લાઈફમાં જો કોઈ મને નિસ્વાર્થ અને કોઈ અપેક્ષા વગર પ્રેમ કરતું હોય તો એ મારા નણંદની બેબી છે. હું જ્યારે લગ્ન કરીને આવી ત્યારે એ ડોઢ બે વર્ષની હતી .હું ભણવાનું ચાલતું હોવાથી ત્રણ મહિના એમના ઘરે ભણવા માટે રોકાયેલી ....હું રોજ કોલેજથી આવું એટલે એ મારી રાહ જોઈને જ બેઠી હોય... હું ઘરના દરવાજે પહોંચુ એ પહેલા મારા પગ આગળ આવી મને વળગી પડતી.... પછી હું મારા ઘરે રહેવા આવી ગઈ... પણ રોજ રાતે એ રડી ફોન કરાવે....એ કદી મને મામી ના કહેતી ડોલી જ કહેતી મારુ( નીકનેમ )... એક દિવસ તો હદ કરી ડૂસકા ભરી ભરી રડવા લાગી ફોનમાં ને કાલી કાલી ભાષામાં બોલી તું અઈ આવી જા ...... હું પણ રડી ગઈ પરીક્ષા ચાલતી હતી એટલે એક અઠવાડીયા પછી હું એને મલવા ગઈ.... ત્યાં સુધી રોજ ગામમાં આવતી બસો માં કૌણ ઉતરે એ જોવા એ એના દાદાને લઈ જતી.. રોડ પર ઘર હતું એટલે બધા એને ફોસલાવતા કે હમણાં બસમાં ડોલી આવશે એટલે એ રડે નઈ પણ બધી બસોમાં જોવા જાય હું એની ઘરે એની મનગમતી જલેબીને બૂન્દીના લાડુ લઈને ગઈ..... મને નવાઈ લાગી એમાંથી લઈ ખાવાના બદલે એ વસ્તુઓ મૂકી એ મારી જોડે રમવા લાગી.... જમી મારા પેટ પર બેસવાની એની જૂની આદત પ્રમાણે એ મારી જોડે રમતી જમવાના સમયે હું કપડાં ચેન્જ કરવાં ગઈ બધા જમવા બેસી ગયા હતા ... એ પણ ડીશ લઈને બેઢી હતી બધાંએ એને ડીશમાં જમવાનું આપવા મથ્યા પણ એણે ડીશ જ ના આપી બસ એક જ વાત બોલતી મામી આવે એટલે એની જોડે જ બેસીસ.... બધા એને ખીજાવે કે તારી મામી તો બિલકુલ સારી નથી ...ત્યાંરે એ સામે વાડાને જે હાથમાં આવે એ લઈ મારે પછી એ એના મમ્મી હોય પપ્પા હોય કે દાદા ,દાદી હોય... અને પછી બોલે તમે નઈ સારા મારી મામી તો સારી છે............love u vidhu....miss u... હવે એને મળવા જવાનો ટાઈમ થઈ ગયો છે......... બસ હવે થોડાક દિવસોમાં એ નિસ્વાર્થ લાગણીઓ જીવી આવું.....