જયારે માણસ અંદરથી પુરેપુરો નિચોવાય જાય એકદમ તુટી જાય ત્યારે જ ઈશ્વર તેનુ સાચુ સજૅન કરે છે. અંદરથી ખાલી હશે પુરેપુરો તો જ તેમા કઈંક નાખી શકશે. બાકી માણસ જાતજાતના મુખોટા પહેરીને ફરયા કરે છે. પોતાની ભાવનાઓ, વેદનાઓ , લાગણીઓ અને જુદા જુદા અડંબર રચ્યા કરી પોતાની જાતને અને જીવનનુ ધ્યેય ભુલી જાય છે. તેનો જ્ન્મ શેના માટે થયો છે.. અંદરનો અવાજ પણ સાભળી નથી શકતો... જીવન સહજ જીવવુ... સહજ સ્વિકાર... જે બને તે જે મળે તેનો.. નિયતી એવા પ્રાત્રોનુ ધડતર કરી તૈયાર કરે છે.