ચાલને ફરવા જઇયે, આ દુનિયાને મળવા જઇયે,
કોન કયાં શુ કરે છે એ નથી જાણવું,
કોને કોના વગર નથી ચાલતું એ જાણીયે,
ચાલને ફરવા જઇયે, સૌને મળવા જઇયે,
આ આભને મળીયે, એ આમ રોજ પંખીઓ ને શુ કહે છે એ જાણીયે,
ચાલને ફરવા જઇયે, આ દુનિયાને મળવા જઇયે,
પવૅતોને મળીયે, આમ રોજ કેમ દીકરી ને દુર જવા દે એ પુછીયે,
ચાલને ફરવા જઇયે, આ દુનિયાને મળવા જઇયે,
આ મોજીલો દરીયો રોજ શુ કહે છે કિનારા ને એ પુછીયે,
ચાલને ફરવા જઇયે, દુનિયાને મળવા જઇયે,
નવી વાતાૅની શરુઆત કરીયે, દુનિયા થી વાત કરવા જઇયે.
---