Gujarati Quote in Story by Ami

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા મનની વાત ..ભાગ -4

             અદિતી એ ઉઠીને જોયું તો અર્જીતનાં રૂમનો દરવાજો બંધ હતો. તેને લાગ્યું કે અર્જીત સવારે ચાલ્યો ગયો હશે .  થોડી વારમાં તે કૉલેજમાં જવા તૈયાર થઈ ગઈ .આજે તેનાંમાં અલગ જ ચમક હતી.  'મોહિની જલ્દીથી કૉલેજની કેનટીનમાં આવ બહુ જ ખાસ વાત કરવી છે. ' અદિતી        એટલું કહી ફોન મુકી દિધો.
            મોહિની કૉલેજનાં કેનટીનમાં અદિતીની રાહ જોઈ બેઠી હતી. દસ મિનિટ પછી અદિતી આવતી દેખાઈ પણ મોહિની એ અદિતી ને જોઈ ખૂબ જ નવાઈ લાગી .અદિતી કયારેય ડ્રેસ નહોતી પહેરતી કૉલેજમાં આજે ડ્રેસ પહેરીને આવી છે.મોહિની ને લાગ્યું કાંતો આ ગાંડી થઈ ગઈ છે. કાંતો  વૅકેશનમાં બદલાઈ ગઈ છે.
 
 અદિતી : મોનું......મોનું હું આજે બહું જ ખૂશ છું .(કહી                       મોહિની ને ભેટી પડી.)
મોહિની : કયાં કારણથી આટલી ખુશ છે. એ કહીશ પહેલાં .
અદિતી : જે કંઈ વેકેશનમાં થયું એ વિગત વાર અદિતી બોલી               ગઈ .
મોહિની :હું બહુ જ ખુશ છું તારા માટે
            ચાલ ,આજે પાર્ટી આપ .
અદિતી :ઓ..કે સાંજે પિઝા ખાવા જઈશું .
 મોહિની : ડન ઓ..કે  ચાલ હવે લેકચરમાં જઈએ .
અદિતી : તું જા હું તો ગર્લસ્ રૂમમાં બેસીસ .
મોહીની : કેમ ? 
અદિતી : ફોન પર અર્જીત જોડે વાત કરવા .
મોહીની : ઓ..કે... લવરિયા ઓ તમે અને  તમારી વાતો ,મને               તો  નહીં સમજાય...
અદીતી :તું ધ્યાન રાખ તને પણ પ્રેમ થઈ જશે ખબર પણ નઈ             પડે !.
મોહિની : મને એવું કંઈ થાય જ નહીં .
અદિતી : જોઈલે જે .બાય... (ગર્લસ્ રૂમમાં જાય છે. )
મોહિની :બાય.....(ક્લાસમાં જાય છે.) 
     
          અદિતી એક ખુરશી પર બેસી અને અર્જીતને ફોન               લગાડયો .

 અદિતી : હેલ્લો ... ગૂડ મોર્નિંગ ..
અર્જીત :  વૅરી ગૂડ  મોર્નિંગ બોલો  મૅડમ . 
અદિતી :આવું મૅડમ ..મૅડમ નઈ કેવાનું મને નથી ગમતું .
અર્જીત : તો આદું કહું ચાલશે.
અદિતી : ચાલશે નહીં દોડશે.
અર્જીત :બધી વાત જવાદે મારે જે સાંભળવું છે, એ બોલ !.
અદિતી : તારે શું સાંભળવું છે. એ મને શું ખબર.
અર્જીત : તું નઈ બોલે ત્યાં સુધી હું તારી સાથે વાત નઈ કરુ                 બાય..
અદિતી : આવું ના કરીશ , તું ઘરે આવીશ એટલે હું તારી                      સામે બોલીશ બસ .
અર્જીત : પાકું ને ફરી નાં જતી ઓ...કે.
અદિતી : નહીં  ફરુ બસ .
              
           આ બાજુ મોહિની લૅક્ચર પતાવી બહાર આવતી હતી કે એક છોકરો જોરથી આવી ભટકાયો .' સૉરી ડિયર અમે મસ્તી કરતા હતા ને તમને વાગ્યું .'છોકરાએ શાંતી થી માફી માંગી .છોકરો મોહિની નાં ક્લાસનો જ હતો પણ એ કદી ક્લાસમઆં દેખાતો જ નહીં .રોજ કૉલૅજ આવતો ફ્રેન્ડસ્ સાથે ટાઈમ પાસ કરવા . દેખાવે હીરો જેવો લૂક , સ્ટાઈલમાં રેવા વાળો અને દિલથી દેશી હતો. મોહિની સામે જોતો જોતો એ ચાલ્યો ગયો. 
            અદિતી ઘરે આવી . થોડીવારમાં ફ્રેશ થઈ  પોતાનાં રૂમમાં ગઈ .ત્યારે ફોનની રીંગ વાગી  ......
  
 અદિતી : હા, મમ્મી બોલો.
રીનાબેન: તું ઘરે આવી ગઈ બેટા ?
 અદિતી : હા, હમણાં જ આવી .
રીનાબેન : તો , બેટા બાજુ વાળા રમિલા આન્ટીના ઘરે જઈ થોડી અર્જીત માટે રોટલી બનાવી દઈશ .એમને અચાનક બહારગામ જવાનું થયું અને અર્જીતની તબીયત બગડી એટલે એ અડધા રસ્તે થી પાછો આવ્યો તું પ્લીસ જઈ આવજે અને શાક મેં વધારે જ બનાવ્યું હતું એ લેતી જજે ઓ..કે.. બાય બેટા.(અદિતીનાં મમ્મી -પપ્પા બન્ને જોબ કરતાં હતા એટલે સાંજ સુધી એ ઘરે એકલી જ રહેતી .)

             અર્જીતને શું થયું હશે ? તાવ આવ્યો હશે ? વધુ તબીયત બગડી હશે ? વિચારતી વિચારતી એ અર્જીતનાં ઘરે ગઈ ઘરનો દરવાજો ફક્ત આડો કરેલો હતો .અદિતી ઘરમાં આવી દરવાજો વાખીને અર્જીતનાં રૂમમાં ગઈ.અર્જીત સૂતો હતો. અદિતી એની જોડે બેસી એના ગાલ પર કપાળ પર હાથ ફેરવ્યો પણ તાવ જેવું કંઈ હતું નઈ. એ ઉભી થઈ જવા ગઈ ત્યાં અર્જીતે તેને પોતાનાં તરફ ખેચી ,કેવી લાગી અૅકટીંગ એમ કરી હસવાં લાગ્યો. બકવાસ અદિતી એ ગુસ્સામાં જવાબ આપ્યો. મને જવાદે  મારે રોટલી કરવાની છે.પણ મારે તો જમવું જ નથી. તું બોલીશ તો જ હું જમીશ.આવી કંઈ જીદ્દ ના હોય .તું બે દિવસ નઈ બોલે તો હું બે દિવસ જમીશ નહીં. અર્જીત બીજી બાજું ફરી બેડ પર બેસી ગયો .અદિતી ઢીલી પડી ગઈ અને કોઈ મુજલીમ જેમ સજા કબૂલ કરે તેમ નીચુ જોઈ બોલી  I love you ...અર્જીતનાં કાનમાં ચમકારો થયો હોય તેમ તે ઉભો થઈ ગયો .અદિતીની એકદમ નજીક જઈ એનાં બન્ને હાથ પકડી બોલ્યો આદુ ફરી બોલને પ્લીસ..મારા નામ સાથે બોલને  ....આટલો નજીક ના આવીશ હું નઈ બોલી શકું .. અર્જીત વધુને વધુ નજીક આવતો ગયો. બોલને આદુ ...અદિતી એ અર્જીતના ખભા પર મોંઢું સંતાળી દિધું ,  અદિતીનાં ધબકારા વધવાં લાગ્યા તે એકી શ્વાસે        ઊ I love you  arjit  બોલી એની સામે જોયા. વગર જ નીચે રસોડામાં ચાલી ગઈ .
               અદિતીએ અર્જીતને જમવાનું પીરસ્યું. રોજ આવી રીતે કોઈ પ્રેમથી જમાડે તો મજા પડી જાય ....મૅરૅજ પછી પણ તું આવી જ રઈશને આદું .....તું ડોસો થઈ જઈશ  તો પણ હું તને આટલો જ પ્રેમ કરીશ અદિતી એ હસતાં હસતાં કહ્યું .તું એ થોડી આવી જ રહીશ હું ડોસો થઈશ તો તું પણ તો ડોશી થઈ જઈશ બન્ને જણ હસવાં લાગ્યાં.




Gujarati Story by Ami : 110165057
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now