તારા મનની વાત... ભાગ -3
દિવાળી વેકેશનની રજાઓ પડી ગઈ હતી .અર્જીત ઘરે આવવાનો હતો તેની રાહ જોતી અદિતી બાલકનીમાં બેસી કંઈક વાચતી હતી.ત્યાં જ રિક્ષાનો અવાજ આવ્યો અદિતી ઉભી થઈ અધ્ધર શ્વાસે ઉતરનારને જોઈ રઈ .ઉતરનારે પણ પહેલી નજર બાલકનીમાં નાખી બન્નેની આંખો અચાનક મળી ગઈ .અચાનક વિજળીનો ઝાટકો થયો હોય તેમ અદિતી ડઘાઈ ગઈ બન્નેની ચોરી પકડાઈ ગઈ .તરત અદિતી તેનાં રૂમમાં ગઈ અને કૂદકા મારવા લાગી . પછી તે કાયમની આદત મુજબ અરીસો લઈ બેસી ગઈ.અર્જીત થોડા ટાઈમ પછી તેના રૂમમાં આવ્યો અને વારંવાર અદિતીનાં રૂમ તરફ જોવા લાગ્યો.આ બધું અદિતી વર્ષોથી જોતી હતી. અર્જીતની આંખો હંમેશાં તેને શોધતી હોય તેવું તેને લાગ્યા કરતું.પછી અદિતી મનોમન વિચારતી જો અર્જીત તેને લાઈક કરતો જ ના હોય અથવા કોઈ ફીલિંગ્સ ના હોય તો એ વારંવાર મારા રૂમ સામે જુએ જ શું કામ ,નકકી અર્જીત ના મનમાં કંઈક તો છે ,જ જાણવું તો પડશે જ આ વખતે તું પાછો જાય એ પેલા હું જાણી લઈશ તારા મનની વાત .
રાતે અદિતી એ હિંમત કરી પહેલી વાર અર્જીતને whatsapp માં good night નો મૅસૅજ કર્યો. પછી મેસેજનાં રીપ્લાયની રાહ જોવા લાગી. અદિતી ફક્ત અર્જીતનાં બર્થ ડે પર અને બેસતાં વર્ષે જ અર્જીત ને અભિનંદન આપવા કૉલ કરતી એ પણ અર્જીતનાં મમ્મી ને સાથે રાખી પોતાનું કામ કરાવી લેતી.
મોબાઈલમાં મેસેજની રીંગ વાગી અદિતી ખૂશ થઈ જોવા લાગી. મેસેજ અર્જીતનો હતો. Good night sweet dreams અદિતીની ખુશીનો પાર ન રહયો .તે અર્જીતનાં પ્રોફાઈલ પર સ્નેહથી જોતી રહી.થોડા દિવસ good morning ane good night ના મૅસૅજો ચાલ્યા દિવાળી વેકેશન પૂરૂ થવા આવ્યું હતું .એક દિવસની વાર હતી અર્જીત પાછો જવાનો હતો. અદિતી પાછી વિચારો કરતાં કરતાં બપોરે સૂઈ ગઈ .સાંજે ફોન લઈને બેઠી ત્યાં તો મૅસૅજ પર મૅસૅજ આવ્યા બધા મૅસૅજ અર્જીતનાં હતાં.દસ જેટલા મૅસૅજ હતા અદિતી ફટાફટ રઘવાઈ થઈ મૅસૅજ વાંચવા લાગી.બધા જ મૅસૅજમાં સાયરીઓ હતી અને છેલ્લે I love u aditi ,I miss u .અદિતી જાણે સ્વપ્ન જોતી હોય તેમ મૅસૅજ વારંવાર વાંચવા લાગી .
અદિતી બાલકનીમાં આવી જોયું તો અર્જીત પણ તેના ઘરની બાલ્કનીમાં આવતો દેખાયો.બન્ને આંખોનાં અમૃત પી રહયા. અર્જીતે ઈશારો કરી કૉલ પર વાત કરવા કહ્યું.અદિતી તેનાં રૂમમાં ગઈ તરત ફોનની રીંગ વાગી અદિતી એ તરત ફોન ઉપાડ્યો.
અર્જીત : હેલ્લો..
અદિતી : હાય..
અર્જીત : કેમ છે.?
અદિતી : બસ મજામાં.
અર્જીત :મારા મૅસૅજ મળ્યા ?
અદિતી : હા ,મળ્યા .
અર્જીત : હું જવાબની રાહ જોઈશ.કયારે આપીશ જવાબ?
અદિતી : રાત્રે જમ્યા પછી આપું તો ચાલશે પ્લીસ..
અર્જીત : રાત્રે ધાબા પર તારી રાહ જોઈશ બાય.
અદિતી : ઓ..કે.. બાય.
રાત્રે આશરે અગિયાર વાગવા આવ્યા હતા .અર્જીત ધાબા પર અદિતીની રાહ જોઈને બેઠો હતો.અંધારામાં કોઈ આવતું હોય તેવું લાગ્યું .અદિતી આછા પર્લપલ કલરની નાઈટીમાં ખુબ જ સુંદર લાગતી હતી. બન્ને ધાબાનાં એક ખૂણામાં કોઈને દેખાય નહીં તે રીતે ઉભા રહ્યા.અર્જીત પૂછે તે પહેલાં જ અદિતી એ કહી દીધું કે તમારા માટે છેલ્લા પાંચ વર્ષથી મારી હા છે. આટલું સાંભળતા અર્જીતે અદિતીને પોતાની બાહોમાં કેદ કરી લીધી. અદિતી એ છોકરાઓ એ કરેલા પ્રપોઝ વિશે, બધા એની મજાક ઉડાવતા બધુ રડતા રડતા બોલવા લાગી.પણ ગાંડી આટલા વર્ષ રાહ જોઈ કીધું કેમ નહીં અર્જીત બોલતા બોલતા ઠીલો પડી ગયો મારે પણ ઘણું કહેવું હતું પણ તને કેવી રીતે કહેવાય. તું ના પાડે તો ! તારા ઘરનાંને ફરીયાદ કરીદે એ બીકે હું ચૂપ હતો. અહીં થી ગયા પછી એક દિવસ એક પલ એવી નહોતી કે તું યાદ ના આવી હોય. સોરી..... અદિતી એ આંખો લૂછતાં કહયું હું પણ રોજ રડતી તને યાદ કરી. પણ હવે નહીં રડે પ્રોમિસ આપ અદિતી એ હાથમાં હાથ પરોવી પ્રોમિસ આપી. રાતનાં બે વાગ્વા આવ્યા હતા. વાતો ઘણી હતી પણ બન્ને છુટા પડયા. બાલકનીમાં સામ સામે એક બીજાને જોતા જોતા બન્ને સૂઈ ગયા.