એ કિશનજી.......
તું નારાજ છે મુજથી...દિલ કહી રહ્યું છે એવું.....
જિંદગી થશે નારાજ ,હું મનાવી લઈશ..
રુઠશે કોઈ મારાથી,સંભાળી લઈશ હું...
અસહ્ય ગમ આપશે જીવન તો યે સહી લઈશ હું...
પણ તું રહેજે મારી સંગ તો..ભીના નયને હસતી રહીશ હું..
રહેજે ને સાથે સર્વદા તારી રાણીઓને જોડે...
આપજે પ્રેમ તારો તારા ભક્તજનોને..
પણ કાન્હાજી....
તું તો મારા જીવન માં થંભી ગયેલ છે...
આ હૃદયમાં તું જ તો વસી ગયેલ છે...
સુખ દુઃખ થી આ દિલ તો બેપરવાહ છે
સંસાર માં રહીને તારામાં જ રહેઠાણ છે...
પ્રેમ નથી કર્યો તને પણ ઈબાદત કરી છે મેં.....
મૃત્યુ સુધી તને જ ભજયા કરીશ હું...
દસ્તુર છે દુનિયાનો....મળવું અને બીછડવું...
પણ તું કદી મળતો નથી મને કે બીછડતો નથી મુજ થી....
હું ક્યાં કહું તું મને પ્રેમ કરે રાધા કે મીરા જેવો...
હું ક્યાં કહું ..તું મને ચાહ્યા કરે દ્રૌપદીે કે ગોપીઓ સમ....
હું એટલું જ કહું તું સહારો બની રહે મારો...
ન નારાજ થઇશ કદી પણ ...ન અંતર રાખીશ મુજ અંતરે...
બસ ...ખુશ રહીશ તું તો...
ખુશ રહેશે મારુ રુદયુ...
હર જન્મ માં આપણે તો મળતા રહેવાનું છે...
તો...તું જશે રિસાઈ ! એ કેમ ચાલશે ??
કિશનજી....એ તો નહીં જ ચાલે...
...........