મનસ્વી, આ પાત્ર સાથે પરિચય થયા પછી નારીના નવલા અને મજબૂત સ્વરૂપને જાણવાની તક આપવા બદલ Nita બેન આપનો ખુબ ખુબ આભાર.
હું ફિકશન લેખન ખુબજ ઓછું વાંચું છું પણ પુસ્તક નિતાબેન જેવા અંગત મિત્ર અને શુભેચ્છક તરફથી આવે એટલે વાંચ્યા વગર રહેવાયું નહીં.
કદાચ એક પુસ્તક સૌથી ઝડપી વાંચયાનો મરો પોતાનો અંગત રેકોર્ડ બ્રેક કર્યો હશે આજે.
શરૂઆતથીજ વાર્તા અને માનસ્વીનું પાત્ર તમને જકડી રાખવા સક્ષમ છે. અલગ અલગ લેખિકાઓએ એક એક પ્રકરણ લખ્યો હોય એવું જરીકે આભાસ નહીં થાય. વાર્તાના વળાંકો અને વળાંકો પછી વાર્તાનું સાતત્ય પ્રશંસાને પાત્ર છે. ફેમિનિસમ જેવું કૈંક હશે એવું નામ અને કવર જોઈને લાગયું પણ વાંચ્યા પછી એક અધભુત સનતોષની લાગણી અનુભવું છું. ખુબજ મહેનતથી કામ થયું છે એ દેખાઈ આવે છે.
વસ્તુ અને વિષયનાં વર્ણમાં જરીકે કચાશ નથી, વાંચતા વાંચતા એવુંજ લાગયું જાણે આપણે મનસ્વીની સાથેજ છીએ અને એની મનોદશા નિહાળી રહ્યા છીએ.
ખુબજ મજા પડી,
ખૂબ ખૂબ અભિનંદન .