કોઈ ના દુઃખ માં, તું ડૂબી ને બતાવ...!
બેગૂનાહ છે તું, છતા ઝૂકી ને બતાવ...!
કેટલુ અઘરૂ છે પ્રેમ ને નિભાવવો...
હાથ રાખી દિલ પર, તું પુછી ને બતાવ...!
ચાલ માની લીધુ કે હું ખોટો હસુ...
પણ તું સાચી છો ,એની ખૂબી બતાવ..!
નથી ચાલતુ તનેય મારા વગર...
ખોટો જ હોય હું ,તો તું ભૂલી ને બતાવ...!
લે છોડી દીધુ મેં
ધન, દોલત, પરીવાર...
હવે તું મને વરી ને બતાવ...!
.
.
ગોસાઈ કાર્તિક
03/09/2017