કુણું કુણું ક્યાંય નથી આસપાસ અહીં,
જીવન તારું આખું એક યુધ્ધભૂમિ અહીં,
પરખાયેલા,પંકાયેલા, પર રક્ત જ અહીં,
વિર કહો,વિરાંગના કહો,શિરચ્છેદ છે અહીં,
ઈતિહાસના પન્ના ઉથલાવી જોયાં અહીં
આત્મબળ, સમ્માન અંતે તો ઢેર ઢેર અહીં
દાખલા બનો ભલે તમે યુદ્ધ ભૂમિ પર અહીં,
ગણતરી જ સમજને પર ભગતની હોય અહીં
યુદ્ધ હોય તો સામસામે તો લડી લેવાય અહીં
ઇ આતમ સાથે યુદ્ધ કરવા તો એકલ જ અહીં
હીના રામકબીર હરીયાણી
- Heena Ramkabir Hariyani