પડે છે:
હસવું પડે છે
રડવું પડે છે
જીવવું પડે છે
મૃત્યુ માટે તૈયાર રહેવું પડે છે
કેમ છો નો જવાબ
મજામાં છીએ
બોલવું પડે છે
પડે છે..પડે છે..પડે છે..
આ શબ્દ કેટલો મજબૂર કરે છે ને
આના લીધે ખબર નહીં જીવનમાં કેટલુંય અણગમતું કરવું પડે છે
"ના"ની તાકાત સમજો
"હા" થી મોટી મૂંઝવણ બીજી કોઈ જ નથી