નાના બાળકો
નાનેરા નિખાલસ શાળાના બાળકો
રોજ તેમની નિખાલસભરી
વાતો અનોખી,
સાંભળવી ગમે મને તેમની
કાલી ઘેલી વાતો અનોખી!
નાનેરા............
કોઈ આવે રોતા રોતા ને
મલકે જ્યારે એ મીઠડું,
કોઈ આવે હસતા હસતા
ઉત્સાહમાં મલકાતા મીઠડું,
ચંચળ,નટખટ ને મસ્તીભર્યા બાલુડા!...
નાનેરા....,...........
ભુલાવી દે સઘળું ને
મોહીલે એ મન,
રોજ નવી વાતો ને
નટખટ તેમની અદા,
માં,મમ્મી ને બઈ પણ,કહી બોલાવી દે
ને હસી દે કેવું મીઠડું!....
નાનેરા..,...................
કોઈ થોડા વાતુડા,શાંત ને કોઈ ચંચળ,
ગીતો,વાતો ને તેમના નવા નવા શબ્દો
દોડે,કૂદે ને ખભે હાથ મૂકી દે.......
જાણે નાનકડા એ મિત્રો.......
નાનેરા...............
લઈ આવે જો,એ લાવે કંઈક નવું,
બતાવી કેવું વર્ણન કરે
સાંભળો જો તમે ધ્યાન સરીખું,
ખિસ્સા તેમના ખજાના સરીખા,
લાગે કોઈ તો, તોતોચાન સરીખા!....
નાનેરા...................
ઓછા પડે શબ્દો એમના વર્ણનમાં,
ભલે હોય કામની જંજાળ પણ
મંદિરના એ દેવ સરીખા,
નાના બાલુડા મન મોહતા સૌ બાળ!..
નાનેરા બાલુડા........
જય માતાજી:પુષ્પા એસ ઠાકોર