યોદ્ધા તું યુદ્ધ માટે ઊભો થાને,
આટલી વાત અંતરની તું ન માને?
તારા મનને તું જગાડ હવે,
સામર્થ્યને કામે લગાડ હવે,
આ જંગલ બોલાવે છે તને,
ગગન કંપે એવી સિંહ સમી કર ત્રાડ હવે.
યોદ્ધા તું ઊભો થાને,
જરૂર છે કૌવતની સમજી જાને.
કઈ જંજીરોએ ઝકડ્યો છે તને,
એવો તે કોણે પકડ્યો છે તને,
આટલો ઢીલો થયો કાં રણમાં,
કોનો તે ડર સાંપડ્યો છે તને.
યોદ્ધા તું ઊભો થાને.
- Writer Bhavesh Rawal